પ્રણય પરિણય ભાગ ૪૦પૂજા સંપન્ન થયા બાદ કૃષ્ણકાંતે હેડ ઓફ ફેમીલીની જગ્યા વિવાન અને ગઝલને સોંપી અને દાદીએ ઘરની જવાબદારી ગઝલના હાથમાં આપી દીધી.ગઝલને દાદીનો અને કૃષ્ણકાંતનો તેના તરફનો વ્યવહાર નવીન લાગતો હતો. હજુ કાલે જ તો એ આ ઘરમાં આવી હતી. અને આજે તો બધા હક્ક મળી ગયાં હતાં. નોર્મલી બધા નવી વહુને સરખી રીતે પારખી લીધા પછી ઘરનો કારભાર સોંપે પણ અહીં તો ઓલરેડી બધુ તેના હાથમાં મૂકી દેવામાં આવ્યું હતું.'વહુ બેટા, હવે કિચનમાં જઈને થોડી પૂજા કરીને શુકન પૂરતુ કંઈક મીઠું બનાવી લે.' દાદીએ કહ્યુ.'મીઠું એટલે કોઈ સ્વીટ.. મીઠાઈ..?!' ગઝલ બોલી.'હાં, લાપસી કે શિરો કે એવું કંઈક