ભૂતનો ભય - 4

(18)
  • 4.1k
  • 2
  • 2.7k

ભૂતનો ભય ૪-રાકેશ ઠક્કરપાગલ મંજી ઝૂંપડપટ્ટીમાં રાતના બાર વાગી ગયા હતા ત્યારે જગલો અને રાજલો તરીકે ઓળખાતા બે રખડુ મિત્રો સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. હજુ હમણાં જ એમણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો અને એક નવી જ મસ્તીમાં જીવતા હતા. આજે એમને એક જગ્યાએ બ્લ્યુ ફિલ્મ જોવાનો મોકો મળી ગયો હતો. આમ પણ ઝૂંપડપટ્ટીમાં કોઈ સારી સંગત મળી ન હતી કે કશું સારું શીખવાનું મન થાય કે ઇરાદો રાખી શકે. બારમા ધોરણ સુધી માંડ પહોંચેલા લંગોટિયા મિત્રો જગલો અને રાજલો એક ગેરેજમાં સાથે જ કામ કરતા હતા. આજે ગેરેજમાં કામ કરતાં એક સાથીદારે મોબાઈલ પર એક બ્લ્યુ ફિલ્મ