જલપરી ની પ્રેમ કહાની - 5

  • 3.2k
  • 1.8k

સ્મિતાબેન પોતાનું દુઃખ કોઈ ની આગળ વ્યક્ત નથી કરી રહ્યાં પણ છતાંય કૃષ્ણકાંત અને મુકુલ બંને તેમની વ્યથા અને દશા બંને ને સમજી રહ્યા છે. જમવાનું ટેબલ ઉપર મુકાઈ ગયું છે. સ્મિતાબેન ના ઘરમાં નિયમ છે કે જમવાનું ભલે રસોઈયો બનાવે પણ દરેક ની થાળી ને પીરસવાનું કામ તો સ્મિતાબેન જાતેજ કરતા. સ્મિતાબેન પરણી ને જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે જ એમના સાસુ અને કૃષ્ણકાંતના માતાએ એમને કેટલીક શિખામણો આપેલી અને ઘરના કેટલાક પેઢીઓથી ચાલ્યાં આવતા નિયમો અને રિવાજો શિખવેલા એમનો આ એક નિયમ છે, જે પેઢી દર પેઢી ચાલ્યો આવે છે અને દરેક સાસુ ઘરમાં નવી પરણી ને આવેલી