સવાઈ માતા - ભાગ 26

(20)
  • 3.7k
  • 2.3k

આખરે એ દિવસ આવી ગયો જ્યારે અકિંચન, મહેનતુ અને ઈમાનદાર આ ભોળિયાં જીવોને સુખનો સૂરજ જોવા મળવાનો હતો. હવે, 'કાલે શું ખાઈશું?', 'વરસાદ કે ટાઢ વધે તો ક્યાં સૂઈશું અને શું ઓઢીશું?' એવાં પ્રશ્નો નહીં સતાવે. બીમારને ઈલાજ અને બાળકોને ભણતરનું સાચું સ્તર મળી રહેશે. તેમનાં બાળકોને પ્રગતિ કરવાની પૂરતી તકો મળી રહેશે. કોણે કહ્યું કે સમાજમાં સમાનતા લાવવા સામ્યવાદનો લાલ ઝંડો લઈને સરઘસો કાઢવા પડે, રસ્તા જામ કરવા પડે કે હક્ક માંગવા સુત્રોચ્ચાર કરવાં પડે? જો દરેક સંપન્ન કુટુંબ એક જરૂરિયાતમંદ બાળકનો હાથ પકડી તેને પ્રગતિનાં રસ્તે દોરે તો તેનું વંચિત કુટુંબ બધી જ રીતે ઉન્નતિ કરી શકે. સમાજનું