બીજાં દિવસે સવારે મેઘનાબહેને નિત્યક્રમથી પરવારી પૂજાઘરમાં દીવો કર્યો અને રમીલા તેમજ લીલાની સાથે મળીને ચા - નાસ્તાની તૈયારી આદરી. લીલાએ તાજાં ગાજર, બીટ સમારી ઉપમા બનાવી લીધો. તે શહેરી રીતભાતથી ખાસ્સી ટેવાયેલ હતી. ત્યાં સુધીમાં બધાં સભ્યો તૈયાર થઈ ડાયનિંગ ટેબલ ઉપર આવી ગયાં. નિખિલ પોતાનો અને સમીરભાઈનો ચા નાસ્તો લઈ તેમનાં બેડરૂમમાં ગયો. આજે તેને પોતાની આગામી એન્ટ્રન્સ એક્ઝામની વિગતો પણ તેમને આપવાની હતી જેથી ટ્રેઈનની ટિકીટો તેમજ હોટેલરૂમનું બુકિંગ સમયસર કરી શકાય. નાસ્તો કરી મેઘનાબહેને લીલા સાથે મળી સમીરભાઈના ટિફીનની અને બપોરનાં ખાણાંની તૈયારીઓ કરવા માંડી. લીલાને તો કૉલેજમાં વેકેશન હતું જ. પહેલાં ટિફિન માટે રોટલી અને