વસુધા - વસુમાં - પ્રકરણ-113

(43)
  • 3.1k
  • 1
  • 2k

દિવાળીફોઇએ પૂછ્યું “પણ વસુ તું અહીં ક્યારે આવીશ ? અહીં તારાં વિના સૂનૂ સૂનૂ છે. સરલા પણ વારે વારે યાદ કરે છે”. વસુધાએ કહ્યું “ફોઇ થોડો સમય મારે મારાં માવતર સાથે રહેવું છે. કેટલાય સમયથી ત્યાં ગઇજ નથી મેં પાપા સાથે ડેરી અને દૂધ મંડળી અંગે વાત કરી લીધી છે. જ્યારે જરૂર પડશે હું આવતી જતી રહીશ. મારે દુષ્યંત સાથે પણ સમય ગાળવો છે”. એમ કહી દુષ્યંત - ગુણવંતભાઇ - ભાનુબહેન બધાં સામે નજર ફેરવી. ત્યાં સરલા દુષ્યંત માટે ચા -નાસ્તો લઇ આવી દુષ્યંત ચા નાસ્તો કરી રહેલો. સરલાએ પૂછ્યું “વસુ તારી ચા મુકી છે તું નાસ્તો કરવાની ? તું