ધ સ્કોર્પિયન - પ્રકરણ-103

(61)
  • 3.7k
  • 2
  • 2.3k

         યજ્ઞશાળામાં બધો સુગંધી શણગાર, ધૂપ દીપ ચાલી રહેલાં. સેવકો આસન પર બેસીને મનોમન આરાધના કરી રહેલાં. યજ્ઞકૂંડની નજીક નાનાજી તથા દેવ, દેવમાલિકા નાની એમને આપેલાં આસને બેસીને આ ભવ્ય માહોલ માણી રહેલાં.        દૈવી શંખનાદ થયો. એક સાથે પવિત્ર શંખનાદ સેવકો ઉચ્ચ સ્વરે કરી રહેલાં. સ્વામી વિવાસ્વાન મહારાજનાં પગરણ થયાં. આશીર્વાદની મુદ્રામાં તેઓ એમની ગુફા સ્થળથી આવી રહેલાં.        બધાંજ સેવકો ઉભા થઇ ગઇ ગયાં. નાનાજી નાની દેવ-દેવી બધાંજ પોતાનાં સ્થાને ગુરુ સ્વામીનાં સન્માનમાં ઉભા થઇ ગયાં.        ગુરુ સ્વામી વિવાસ્વાન મહારાજે બધાને આશીર્વાદ આપ્યા અને એમની વ્યાસપીઠ પર વિરાજમાન થયાં. દેવ આશ્ચર્ય અને આનંદથી બધુ જોઇ રહેલો.