ધ સ્કોર્પિયન - પ્રકરણ-102

(61)
  • 3.8k
  • 3
  • 2.4k

નાનાજી તથા નાની સાથે દેવ અને દેવમાલિકા એમનાં ઉતારાની ગુફામાં જ્યાં સેવકો લઇ ગયાં ત્યાં ગયાં. અંદર ગુફા એટલી સુંદર સ્વચ્છ અને હવાઉજાસ વાળી હતી એમાં બધીજ વ્યવસ્થા હતી ગુફા એક મોટાં હોલ જેવી હતી એમાં બહારની તરફ પત્થરથી ઢંકાયેલી જગ્યા જ્યાં કુદરતી ઝરણાં વહી રહેલાં.... સેવકે નાનાજીને સમજાવ્યું કે “અહીં સ્નાનાદી પરવારી રેશ્મી વસ્ત્રો ધારણ કરીને આપ યજ્ઞશાળામાં પધારજો. “ નાનાજી અહીં ઘણી વખત આવી ગયાં હતાં. વિવાસ્વાન સ્વામી જે અહીનાં મઠાધીશ હતાં એમનાં દર્શને તથા અવારનવાર તહેવારોમાં પૂજામાં સામેલ થયાં હતાં, યજ્ઞશાળા ધ્યાનગુફા બધુજ જોયું હતું પણ આ ઉતારાવાળી ગુફા પ્રથમવાર જોઇ હતી. એ ખુશ થઇ ગયાં એમનાં