રેટ્રો ની મેટ્રો - 23

  • 2.9k
  • 964

આપણા જેવાં રેટ્રો ભક્તો માટે કિશોરકુમાર એક પ્લેબેક સિંગર નું નામ ,કે એક અવાજ નહીં ,એક મઘમઘતો અહેસાસ છે. ગીતોનો ગુલદસ્તો નહીં પણ યાદો નો મેળો છે.ગમ હોય કે ખુશી, મહેફિલ હોય કે તન્હાઈ, કિશોરકુમાર એ તમામ લાગણીનો સાઉન્ડ ટ્રેક છે. બાળપણ, જવાની, પ્રેમ થવો કે વિરહની જ્વાળા માં શેકાવું, કે પછી હોય દિલ તૂટવા નું દર્દ, મનના ઊંડા સાગરમાં છુપાયેલું ગૂઢ રહસ્ય હોય કે હોય મન ની સચ્ચાઈ.... કિશોરકુમાર ન હોતે તો કદાચ આપણે જીવનની તમામ નાની-મોટી પળોને જીવી જ ન શક્યા હોત.ચોથી ઓગસ્ટ, કિશોર કુમાર નો જન્મદિવસ. આ એક એવી તારીખ છે ,જેના આપણા જેવા રેટ્રો સોંગ્સ ચાહકો