નવલ પ્રભાતનાં રંગો રેલાય ત્યાં સુધી બધાંએ મીઠી નીંદર માણી લીધી હતી. રાબેતા મુજબ મેઘનાબહેન અને રમીલા ઊઠી ગયાં હતાં. થોડી જ વારમાં રમીલાની માતા પણ પરવારીને આવી ગઈ. તેનો સંકોચ હવે સાવ જતો રહ્યો હતો. મેઘનાબહેનને મોટી બહેન સમાન ગણી તેમની પાસેથી વધુને વધુ કામકાજ શીખવાની તેની ઈચ્છા હતી જેથી આગળ જતાં રમીલા સાથે રહી ઘર સંભાળવામાં તેને તકલીફ ન પડે. આજે તો તેણે જાતે જ ત્રણેય માટે ચા તૈયાર કરી અને મેઘનાબહેને મેથી અને સુવાની ભાજીનાં થેપલાં બનાવવા શરૂ કર્યાં. ત્રણ જણ પૂરતાં થેપલાં થઈ જતાં ત્રણેયે ચા નાસ્તો કરી લીધો.એટલામાં નિખિલ પણ આવી ગયો. નાસ્તો પૂરો કરી