સવાઈ માતા - ભાગ 23

(18)
  • 2.7k
  • 1
  • 1.9k

સમીરભાઈએ વાતો કરતાં કરતાં ભરતકુમાર સાથે ચાલવા માંડ્યું. સમુ અને મનુ તેમની સાથે સાથે કૌતુહલભરી નજરે ચાલવા માંડ્યાં. લિફ્ટ આવતાં જ બધાં તેમાં પ્રવેશ્યાં અને ભરતકુમારે આઠ નંબરનું બટન દબાવ્યું અને બોલ્યાં, "કુલ ૧૨ માળની આ ઈમારતમાં બે ફ્લેટ છે મારાં, એક આ આઠમા માળે અને બીજો તેની બરાબર ઉપર નવમા માળે. નવમા માળવાળો બે જ દિવસ પહેલાં લેવેન્ડર કોસ્મેટિક્સના સેલ્સ મેનેજરે ભાડેથી રાખ્યો છે. તેઓ સૌરાષ્ટ્રથી આવે છે. આવતા અઠવાડિયે પરિવાર સહિત અહીં રહેવા આવી જશે. તેમનેય તમારી માફક જ ઉતાવળ હતી." સમીરભાઈએ તેમને હસીને પ્રત્યુત્તર વાળ્યો, "આ અમારી દીકરી રમીલાને પણ લેવેન્ડર કોસ્મેટિક્સમાં જ નોકરી મળી છે એટલે