સવાઈ માતા - ભાગ 20

(12)
  • 3.4k
  • 2.4k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૨૦) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તારીખ : ૨૭-૦૪-૨૦૨૩ રમીલા તેનાં માતા - પિતા સાથે ગાડી સુધી પહોંચી. બેયને પાછળની સીટમાં બેસાડી દરવાજો બંધ કરી પોતે ડ્રાઈવિંગ સીટ સંભાળી. બેય બાળકો મેઘનાબહેન સાથે પાણીની બોટલ ઉંચકીને ગાડી પાસે આવ્યાં અને ક્યાં બેસવું એ જ વિચારતાં હતાં ત્યાં જ મેઘનાબહેને ડ્રાઈવિંગ સીટની બીજી તરફનો દરવાજો ખોલી સમુને અંદર જવા ઈશારો કર્યો. સમુની આંખો તો રમીલાને ડ્રાઈવિંગ સીટ ઉપર જોઈ ચમકી ઊઠી અને તે બોલી, "તે બુન, તન તો ગાડી ચલાવતાય આવડે. મનેય હીખવાડને." રમીલા સ્મિત આપતાં બોલી, "હા, થોડી મોટી થઈ જા પછી શીખવાડી