સવાઈ માતા - ભાગ 18

(13)
  • 3.5k
  • 2.3k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૮) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તા. ૩૧-૦૩-૨૦૨૩ રમીલાનાં પિતા થોડો આરામ કરી મોડેથી બેઠકખંડમાં આવ્યાં. ત્યાં તેમનાં બેય બાળકો બેસીને કોઈ રમત રમી રહ્યાં હતાં. તેય તેમની ભેગાં બેસી ગયાં અને સાપસીડીની રમત તેમની પાસેથી શીખવાં લાગ્યાં. રમત રમતાં સમય ક્યાં જતો રહ્યો તેનો ખ્યાલ પણ ન આવ્યો. રોજ રોટલા ભેગું શાક પણ ખાવા ન પામતા આ અકિંચન જીવની ઘ્રાણેન્દ્રિય સુગંધથી તરબતર થઈ ગઈ. રસોડા તરફથી આખાંયે ઘરમાં એક મઝાની હવા ફેલાઈ રહી, જેણે આપોઆપ બધાંયની ભૂખ અનેકગણી ઉઘાડી દીધી. ડાઈનિંગ ટેબલ તરફ આગળ વધતી રમીલાએ નિખિલ, પોતાનાં પિતા અને ભાઈ-બહેનને સાદ