સવાઈ માતા - ભાગ 17

(12)
  • 3.7k
  • 2.5k

ઘરે પહોંચતાં સુધી બધાં જ ચૂપ હતાં. દરેકનાં મનમાં આગળ શું થશે તે અંગેનાં વિચારોનો કોલાહલ મચી રહ્યો હતો. રમીલાએ હળવેથી ગાડી ઘરનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરી. બ્રેક વાગતાં જ બધાંય તંદ્રામાંથી બહાર આવ્યાં. રમીલા અને મેઘનાબહેને પોતપોતાની તરફનાં પાછળનાં દરવાજા ખોલી રમીલાનાં માતા-પિતાને બહાર નીકળવાનો રસ્તો કરી આપ્યો. ચારેય હળવેથી પગથિયાં ચઢી ઘરનાં બારણાં સુધી પહોંચ્યાં. નિખિલને મેઈન ગેટ ખોલવા અને બંધ થવાનો અવાજ આવ્યો હતો એટલે તેણે બારણું ખોલ્યું. બધાંય અંદર આવ્યાં, પણ સામાન્ય કરતાં વધુ શાંત જણાયાં. નિખિલે ઈશારો પણ કર્યો, "શું થયું?" રમીલાએ પ્રત્યુત્તરમાં, "પછી કહું." નો ઈશારો કર્યો અને તે પોતાનાં માતાપિતાને પોતાનાં ઓરડામાં લઈ ગઈ