જાગવાનો ડર

  • 4k
  • 1.4k

જાગવાનો ડરScared to Wake Up સાથે આવેલા, સાથે પાડેલા આ સંસ્કારોથી ખાલી થવા ઇચ્છું છું.જે દેખાય છે તે નહી, જે સમજાય છે તે પણ નહી,જે છે તે અનુભવવાં ઇચ્છું છું.હું બસ ખાલી થવા ઇચ્છું છું.ચપ્પલ નહી ઉતરે તો ચાલશે, તારા મંદિરમાં આવતા પહેલા કારણો ઉતારવાં ઇચ્છું છું.હું બસ વગર કારણની પ્રાર્થના સીખવા ઇચ્છું છું. જન્મ લેતાની સાથે જ મારી આસ-પાસ રહેલ દરેક વ્યક્તિમાં "હું" જાગ્યો.અને આ વ્યક્તિઓનાં સહારે ધિરે ધિરે મને પણ થયું કે "હું" જાગ્યો.આ "હું" મારામાં એવો તો ભળ્યો કે જાગતી આખે હું જાગું છું એવા ભ્રમ માં પડ્યો.કેમ , કેવી રીતે થયુ આ .....??? નથી સમજાતું ?