પ્રેમમાં દેખાડો નથી હોતો

  • 2k
  • 804

વાર્તા:- પ્રેમમાં દેખાડો નથી હોતોરચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"મોહિત, આજે મારો પેલો નવો ડ્રેસ છે ને, જે તમે દિવાળી પર લાવ્યા હતા, એ મારે પહેરવો છે. અને હા, આજે મને પેલી તમારી ફેવરિટ હેર સ્ટાઈલ કરી આપજો. અને હા, આજે થોડો મેકઅપ પણ કરી આપજો." શ્વેતાને સાંભળીને મોહિત બોલ્યો, "હા જી. જો હુકમ આપનો. બીજું કંઈ? સાંજને માટે કંઈક ખાસ લાવવાનું છે?" શ્વેતાએ ના કહ્યું એટલે મોહિત પોતાનાં કામે લાગ્યો. શ્વેતાને નવડાવી તૈયાર કરી. એણે જેવું કહ્યું હતું બરાબર એ જ રીતે એને તૈયાર કરી. આજે તો નાસ્તો પણ શ્વેતાની પસંદ મુજબનો જ બનાવ્યો હતો. આમ તો મોટા ભાગે મોહિત