અંધારું ઘેરાવા લાગ્યું હતું. ચંડીગઢ સેકટર સાતના વળાંક પાસે ખાસ ભીડ ક્યારેય જોવા મળતી નથી. ક્રિસ્ટીએ વળાંક પાસે પોતાની કાર ધીમી કરી. ખૂણામાં દેખાતા બાર પર એની નજર ગઈ કે કેમ પણ એનો પગ આપમેળે બ્રેક પર દબાયો અને કાર એ બારના આગળના ભાગે ઉભી રહી. બારના આગળના ભાગે હાથમાં ટીન બીયર સાથે ઉભો એક વેલ ડ્રેસડ જેન્ટલમેન કાર તરફ આગળ વધ્યો. એણે ડાર્ક બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા હતા. એની આંખો મોટી અને કોઈ ફિલ્મી હીરો જેવી હતી. “એક્સક્યુઝ મી, આઈ એમ