શમણાંની શોધમાં - પ્રકરણ 9

(72)
  • 3.1k
  • 2k

          સવારના સમયે ચંદીગઢના સેકટર સત્તર પાસે યુનીફોર્મમાં સજ્જ પોલીસની ભીડ જામેલ હતી. એક ડઝન કરતા પણ વધુ પોલીસો ખાખી વર્દીમાં આમતેમ ફરતા હતા. દરેકના ચહેરા પર ન સમજી શકાય તેવી વ્યાકુળતા હતી.           પ્લેન સફેદ શર્ટ અને એવા જ પ્લેન કાળા પાટલુન પહેરેલો ચાળીસેકની ઉમરનો આધેડ માણસ એમને સુચના આપતો હતો. એ પરથી એ ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો સ્પેસ્યાલીસ્ટ લાગતો હતો. એની દરેક સુચનાનું ખાખી વર્દીવાળા પોલીસો ચુસ્તપણે પાલન કરતા હતા.           એ ડીટેકટીવ અરોરા હતો. અરોરા પોણા છ ફૂટનો મજબુત બાંધાનો માણસ હતો. એ પોલીસ એકેડમીમાં ટોપરની હરોળમાં