પ્રણય પરિણય - ભાગ 35

(21)
  • 4.1k
  • 2
  • 2.7k

પ્રણય પરિણય ભાગ ૩૫'કાલે જ રિસેપ્શન આપીશું.. તૈયારી કરો અને બધાને આમંત્રણ મોકલાવો.' કૃષ્ણકાંતે કહ્યુ.'હાં ડેડી, હું અને વિક્રમ બધુ સંભાળી લેશું.' રઘુ ખુશ થતાં બોલ્યો.'વિવાન.. તું વહુને રૂમમાં લઈજા.. થોડો આરામ કરો જાવ..' દાદીએ કહ્યુ.'જી..' વિવાન ગઝલને લઈને બેડરૂમ તરફ ગયો.પાછળ એક નોકર ગઝલની બેગ લઇને ગયો.'વહુ કેટલી સુંદર છે, નહીં?' દાદી હરખથી બોલ્યા.'હાં ખરેખર..' વૈભવી ફઈએ કહ્યુ.'વૈભવી..' કૃષ્ણકાંત તેને કંઇક કહેવા માંગતા હતા.'હાં ભાઈ..' વૈભવી તેના તરફ ફરી.'સમાયરાને આ બાબતે કેવી રીતે કહીશું.' કૃષ્ણકાંતના ચહેરા પર અસમંજસના ભાવ હતા. તેમનો પ્રશ્ન સાંભળીને વૈભવીનો ચહેરો પડી ગયો.'તે કેવું રિએક્ટ કરશે?' કૃષ્ણકાંતે પૂછ્યું.'એમ પણ એ લગ્ન થાય તેમ નહોતા, છતાં