શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 2

  • 4.3k
  • 3
  • 2.2k

અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ કૃષ્ણ—હે અર્જુન, જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન, વિજ્ઞાન સહિત તને કહું છું.હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ ) પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે, જેના થી આ જગત ધારણ કરાયેલું છે.આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય