સાક્ષીભાવ : જાતને જાણવાનો રાજમાર્ગ

  • 5k
  • 2
  • 1.8k

સાક્ષીભાવ : જાતને જાણવાનો રાજમાર્ગ ‘શ્રીમદ ભાગવત’માં એક કથા છે. સૃષ્ટિના સર્જન માટે બ્રહમે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત પણ નથી અને અસત પણ નથી એવા અસીમ અવકાશમાં કમળના આસન પર કમલાસન, બ્રહ્મા પ્રગટ્યા અને પ્રગટતાની સાથે જ એમને પ્રશ્ન થયો; योडसौ अहम् स: क: ? આ જે હું છું, તે કોણ છે ? બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું તો પણ એમને આ પ્રશ્નનો ઉત્તર ન મળ્યો !! આ પ્રશ્ન દરેક યુગમાં, દરેક જાગૃત વ્યક્તિને થયો છે, થવો જોઈએ. જાતને જાણવાનું અઘરું છે. દરેક મનુષ્યની આ જ કથા છે. એ આખી દુનિયા વિશે જાણે છે; આકાશ,સૂર્ય-ચંદ્ર-નક્ષત્રોનું એને જ્ઞાન છે પરંતુ