શ્વેત, અશ્વેત - ૪૧

  • 1.7k
  • 1
  • 810

‘હેલ્લો?’ ‘નમસ્તે! હું સૂર્યોદય બેંકમાંથી વાત કરી રહી છું, અમારા બેંકની વીસમી એનિવર્સરી પર અમે લાવી રહ્યા છીએ એક એક્સાઈટિંગ ઓફર ફક્ત તમારા માટે.. બૂક કરૉ તમારી મનપસંદ કાર અને મેળવો વેહિકલ લોન એટ 6% ઇન્ટરેસ્ટ ઓન્લી!’ ‘હેલ્લો?’ ‘હેલ્લો..’ ‘હેલ્લો..’ કહી નાઝ એ ફોન કટ કરી દીધો. ખબર નહીં આ નંબરને પણ કોણે લીક કરી દીધો હશે. આવા નંબર પર યુષવલી બેંકના ફોન ન આવે. પછી નાઝ ફોન મંતરવા લાગી. પણ કઈ ના મળ્યું, એટલે તે અંદર ગઈ. પોલીસ સ્ટેશનમાં કૌસર કઈક લખી રહી હતી. અને તે અંદર આવી ત્યારે તેનું ધ્યાન ન હતું.  ‘ગિફ્ટ જોઈએ છે?’ ‘શું?’ ‘આ ફોન.’