ગતાંકથી.... રાજશેખર સાહેબ વિશ્વનાથ બાબુ ના હાથ પર હાથ મૂકી કહેવા લાગ્યા બાબુ, હવે એ ચીનો તમને કોઈ પણ રીતે ઇજા કરી શકશે નહીં થોડા દિવસમાં તેને ફાંસી ને માંચડે લટકવું પડશે આપ એ બધી બાબતો માં નચિંત થાઓ. હવે આગળ..... આ તરફ ધીરે ધીરે પ્રશાંતે આંખો ઉઘાડી તે શું ખરેખર જાગતો હતો કે હજુ સ્વપ્ન સૃષ્ટિમાં આવી વિહરતો હતો અંધકારમય પગથિયાંની હાર.... કદરૂપા ચીના ઓની ટોળી તેને ઉપાડી ઉપરના રૂમમાં લાવે છે........એક માણસ અંધારામાં ઉભો ઉભો આદેશ આપે છે......શણગારમાં બધાઓ અદ્રશ્ય થઈ જાય છે......શું આ બધું સાચું! છે એ બધું સ્વપ્નમાં જોયું હશે? ચોમેર નજર ફેરવતાં લાગ્યું કે જે