ભૂતનો ભય-રાકેશ ઠક્કરબે મોઢાવાળું ભૂત અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. આઠ વર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે. બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને