ડાયરી - સીઝન ૨ - મહેમાન

  • 2.1k
  • 946

શીર્ષક : મહેમાન©લેખક : કમલેશ જોષીનિશાળમાં ભણતા ત્યારે અમને સૌથી વધુ જો કંઈ ગમતું તો એ હતું વેકેશન! વાર્ષિક પરીક્ષાના છેલ્લા પેપરના દિવસે પ્યૂન નોટિસનો કાગળ લઈને વર્ગમાં પ્રવેશતો એને જોતાં જ અમે હરખાઈ જતા. એ પછી શિક્ષક એટલે કે સુપરવાઈઝર મોટા અવાજે એ નોટિસ વાંચી સંભળાવતા: આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફલાણી તારીખથી ફલાણી તારીખ સુધી શાળાનું વેકેશન રહેશે. ફલાણી તારીખે પરિણામ જાહેર થવાનું હોવાથી દરેક વિદ્યાર્થીએ સ્કૂલે અચૂક હાજર રહેવું. વેકેશન પુરું થયે ફલાણી તારીખથી શાળા રાબેતા મુજબ ફરી શરુ થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પાંત્રીસ-ચાલીસ દિવસની રજાઓ જાહેર કરતા આ વાક્યો અમારી નસેનસમાં ઉત્સાહ, આનંદ