ગુમરાહ

(18)
  • 2.9k
  • 2
  • 1.1k

ગુમરાહ- રાકેશ ઠક્કરબોલિવૂડ દક્ષિણની ફિલ્મો પાછળ ખરેખર 'ગુમરાહ' થઇ રહ્યું છે. 2023 માં કાર્તિક આર્યનની 'શહજાદા' અને અજય દેવગનની 'ભોલા' પછી હવે આદિત્ય રૉય કપૂરની રીમેક 'ગુમરાહ' પણ નિરાશ કરી ગઇ છે. તમિલ ફિલ્મ 'થડમ' ની હિન્દી રીમેક ફિલ્મ 'ગુમરાહ' નો હીરો આદિત્ય કોઇ મોટો સ્ટાર નથી એટલે એને સમીક્ષકોના વધારે સ્ટાર મળ્યા નથી. 'ભોલા' માં અનેક ખામીઓ હોવા છતાં અજયના ઘણા વખાણ થયા હતા અને પાંચમાંથી ચાર સ્ટાર અપાયા હતા. છતાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. જ્યારે એની સાથે રજૂ થયેલી દક્ષિણના નાનીની 'દસરા' ની કમાણી વધુ હતી. ‘દબંગ’ માં સહાયક નિર્દેશક રહેલા વર્ધન કેતકરનું