જીત હારેલા ની.... - 4

  • 3.3k
  • 1.4k

તો વેલકમ કરીએ શ્રી હેમંતભાઈ શાહ ને.... તાળીઓ નાં ગડગડાટ વચ્ચે હેમંત શાહ આવીને ઉભા રહ્યા... હેમંત ભાઈ ને જોઈ ક્રિષ્ના હક્કી બક્કી થઈ ગઈ. પોતાની ફિલિંગ ને વશ માં કરતા ક્રિષ્ના તાળીઓ પાડવા લાગી ને ખોટી ખોટી સ્માઇલ આપવા લાગી. વાદળી રંગ ની હળવી લાઈટ માં વાદળી ચેહરા વાળા બધા હેમંત શાહ ને વેલકમ કરી ને હાથ મિલાવી રહ્યા હતા.બધા ને મળતા મળતા હેમંત શાહ ક્રિષ્ના જોડે આવ્યા.ક્રિષ્ના એમને જોઈ ચૂપ ચાપ ઉભી રહી.હેમંત શાહ એ હાથ લાંબો કર્યો ત્યારે અચકાતા અચકાતા ક્રિષ્ના એ હાથ મિલાવ્યો. હેમંત શાહ:(હસતાં હસતાં) અચ્છા તો સમાજ સેવીકા અહી જોબ કરે છે? ક્રિષ્ના:(ધીમે થી)