રાત એકદમ શાંત હતી. એ રાતે જાણે પવન પણ ભયથી સુન્ન થઈ ગયો હતો. વૃક્ષોના પાનનો ખખડાટ પણ ન થાય એટલી નીરવતા છવાયેલી હતી. વાદળ વિનાના આકાશમાં ચન્દ્ર પોતાના પુરા તેજ સાથે ચમકતો હતો અને 42 એવન્યુ સ્ટ્રીટ એ કિરણોમાં નાહતી હતી. ચારે તરફ ધુમ્મસ એટલો છવાયેલ હતો કે ડિસોઝા હાઉસનું પાટિયું લટકતો બંગલો એ ચાંદનીમા પણ નજરે ચડે એમ નહોતો. ચારેક હાજર ચોરસફૂટના બાંધકામ અને સાતેક હજાર ચોરસ ફૂટના પ્રાંગણવાળાએ બંગલાને દૂધ જેવા સફેદ રંગે ધોળેલો હતો. બંગલાના સફેદ રંગને જોતા એમાં રહેનારા સફેદ રંગ પસંદ કરનારા માણસો શાંતિપ્રિય