શ્યામના સમયપત્રકમાં એક નવી પ્રવૃત્તિ ઉમેરાઈ હતી - અર્ચનાના મેસેજ અને મિસકોલની રાહ જોવી. કોઈ રાતે એનો મેસેજ કે મિસકોલ ન આવે તો એ અગિયાર વાગ્યા સુધી રાહ જોતો અને રાહ જોતા જોતા જ સુઈ જતો. જોકે અર્ચના ઓનલાઈન ન આવવાની હોય કે ફોન પર વાત ન કરી શકે એમ હોય તો રાતના નવેક વાગ્યા પહેલા એ એને ટેકસ્ટ-મેસેજ કરી દેતી. એકબીજાને પસંદ કર્યા પછી એમણે એકબીજાની પસંદ-નાપસંદ જાણવાનું શરુ કર્યું. શ્યામને ગુલાબી રંગ પસંદ હતો અને અર્ચનાને વાદળી રંગ ગમતો હતો. છોલે ભટુરે એકની