પરીક્ષા

  • 3k
  • 1.1k

બારીમાંથી આવતો સરસરતો પવન મારી વાળની લટોને રમાડતો હતો. મને જરા પણ એ પવનની રમત ગમતી ન હતી. જે નિર્ણય લઈને હુું ઘરેથી નિકળી હતી. એ નિર્ણય મને ક્યાંય જંપવા દેતો ન હતો. સાથે મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાને જવાનો આનંદ લઈ રહ્યાં હતાં. મને સહેજેય વિચાર જબકી જતો... "આવી આનંદભરી ક્ષણો પણ હોય?" સાથે લાવેલ થેપલાં-અથાણાં કે સેવમમરા તેઓની ક્ષુધાને ટાઢક આપતાં હતાં, પણ એની ગંધ મને ઉદરમાં ઓકારી કરાવી રહી હતી. ચનાદાલનો ફેરિયો પોતાની મોજમાં પ્રવાસીઓને ચનાદાલ પિરસી રહયો હતો. " કાશ ! હું એની મોજ છીનવી શકતી હોત. " એક આંસુના બુંદ સાથે મેં બારી