સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-83

(51)
  • 4k
  • 4
  • 2.6k

શાનવી સોહમની રજા લઇને ચેમ્બરમાં આવી. સોહમને વિસ્મયતા થઇ કે નૈનને કેવી રીતે ખબર કે હમણાં શાનવી અંદર આવશે ? શું નૈન પણ એનાં પિતા પાસે તંત્રમંત્ર ભણીને આવી છે ? બધી એને અગાઉથીજ ખબર પડી જાય છે. શાનવીએ નૈનતારા સામે જોયું. નૈનતારાએ કહ્યું “તારો રીપોર્ટ તું મેઇલથી મોકલી શકી હોત. પણ આવી છે તો રૂબરૂજ સમજાવી દે. વાધવા સરનો ફોન આવી ગયો છે. કલાયન્ટ સાથે મીટીંગ નક્કી કરીને જણાવી દેશે.” “બીજું... કે તું રીપોર્ટ કોપી કાઢીનેજ લાવી છે તો ડેસ્ક પર મૂકી દે.. થેંક્સ હવે જે ફાઇનલ થશે એ તને જાણ થશે. વાધવા સરનાં કન્ફરમેશન પછી મીટીંગ કઇ હોટલમાં