રેટ્રો ની મેટ્રો - 18

  • 2.5k
  • 1
  • 1.1k

ફ્રેન્ડ્સ સ્ટંટ સીન્સ અને તેના શૂટિંગ વિશેની જાણી અજાણી વાતો કરતા કરતા આપણી વાતોની વણઝાર અત્યારે તો પહોંચી ગઈ છે રાજસ્થાનના રણમાં.હું વાત કરી રહી છું ફિલ્મ "રઝીયા સુલતાના"ના આઉટડોર શૂટિંગની.એક ખતરનાક શૂટિંગ અનુભવની કે જે ડ્રીમગર્લ હેમામાલીની આજે ય યાદ કરતા ધ્રુજી ઉઠે છે રાજસ્થાનનાં રણ વિસ્તારમાં વંટોળિયાનું દ્રશ્ય ફિલ્માવવાનું હતું. કુદરતી વંટોળિયો ફૂંકાય તેવા કોઈ ચિહ્નો હતા નહીં તેથી કૃત્રિમ રીતે વંટોળિયો ઉભો કરવાનો હતો. રાજસ્થાનના ડુંગરગઢના લોકેશન પર મુંબઈથી મોટા મોટા પંખાઓ લાવવામાં આવ્યા હતા.હેમામાલીની ને એક ઊંટ પર બેસાડવામાં આવ્યા. સૈન્યનું પાયદળ બનેલા જુનિયર આર્ટિસ્ટ મોટી સંખ્યામાં હતા સાથે ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ પણ મોટી