પ્રણય પરિણય - ભાગ 32

(27)
  • 4.1k
  • 2.8k

પાછલા પ્રકરણનો સાર:મિહિર અને કૃપા ગઝલની સલામતી માટે થઇને વિડીયોમાં અપાયેલી સુચનાનું પાલન કરવાનું નક્કી કરે છે.મલ્હાર હજુ પણ ગઝલને શોધવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તે પોતાના પઠ્ઠાઓને ગઝલને શોધવાની સૂચના આપી રહ્યો હોય છે ત્યારે પ્રતાપ ભાઈ તેની રૂમમાં આવે છે અને ગઝલને ભૂલી જવા માટે મલ્હારને સમજાવતી વખતે એકદમ હલકો તર્ક આપે છે. તે ગઝલની સરખામણી તુચ્છ રમકડાં સાથે કરે છે. મલ્હારની મમ્મી સુમતિ બેન બાપ દિકરા વચ્ચેની વાતચીત સાંભળી જાય છે. તે ખુબ દુઃખી થાય છે. તેઓ કૃપાને જઇને કહે છે કે ગઝલ મળી પણ જાય તો તેના લગ્ન મલ્હાર સાથે ના કરતાં.મિહિર અને કૃપા મુંબઈ જવા