વસુધા - વસુમાં - પ્રકરણ-110

(43)
  • 3.4k
  • 1
  • 1.9k

વસુધા મીટીંગમાં જવા તૈયાર થઇ ગઇ. એનાં પાપા પુરષોત્તમભાઇએ કહ્યું “વસુધા તું મીટીંગમાંજ ડેરીએ જાય છે કે સાસરે પાછા જવાની ? તારો શું વિચાર છે ?” ત્યાં પાર્વતીબહેને કહ્યું “ના વસુધા ડેરી મીટીંગમાંજ જશે સાસરે પાછી હમણાં નહીં જાય. અને તમે એને આપણી ડેરીની જીપ નક્કી કરી આપો સાથે દુષ્યંત જશે તમારે જવું હોય તો જાવ.. બીજુ આકુ અહીં મારી પાસે રહેશે અને ખાસ આકુ માટે શહેરમાંથી સાયકલ લેતાં આવજો હમણાંથી એ સાયકલ ચલાવે સારુ છે એને નવી રમત મળશે સાથે સાથે શીખશે હમણાં દુષ્યંતને પણ વેકેશન છે પછી કોલેજમાં જતો થશે સમય નહીં રહે. “ પુરષોત્તમભાઇ અને વસુધા શાંતિથી