9 સાંજના છ વાગ્યા હતા. નીલ પોતાના બેડરૂમમાં કૉલેજની બુક વાંચી રહ્યો હતો, ત્યાં જ બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને આરસી અંદર આવી. આરસીના ચહેરા પર ચિંતાના વાદળાં ઘેરાયેલાં હતાં. નીલે બુકમાંથી નજર અદ્ધર કરીને આરસી સામે જોયું. ‘નીલ !’ આરસીએ નીલની બાજુની ખુરશી પર બેઠક લેતાં ચિંતાભર્યા અવાજે કહ્યું : ‘મને રૉકીની ચિંતા થઈ રહી છે.’ ‘મને પણ ચિંતા થઈ રહી છે, આરસી ! પણ આપણે શું કરી શકીએ ?’ કહેતાં નીલે પાછી પોતાની નજર બુકમાં નાખી. ‘નીલ !’ આરસીએ નીલના હાથમાંથી બુક ઝૂંટવી લીધી : ‘મને લાગે છે કે રૉકીના પપ્પા ટાઈગરે રૉકી સામે જુઠ્ઠાણું ચલાવ્યું છે. હકીકતમાં એ