શમણાંની શોધમાં - પ્રકરણ 4

(88)
  • 4.1k
  • 2
  • 2.6k

          પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. છેલ્લા પંદર દિવસ શ્યામ માન્યામાં ન આવે એટલો વ્યસ્ત રહ્યો હતો. એને વ્યસ્ત રાખવામાં સૌથી વધુ ફાળો ટેક્સેશનના વિષયનો હતો. આવકવેરાનું સેલેરી હેડ એના પુરા ત્રણ દિવસ ખાઈ ગયું. ટેક્સેશનના પેપર પહેલાં પાંચ દિવસની રજાઓ હતી. પેપરના દિવસની આગલી રાતે બે વાગ્યે ઊંઘ્યો છતાં ટ્રાન્સફર પ્રાઈસિંગનું આખું ચેપ્ટર વાંચવાનું રહી ગયું હતું. ઇકોનોમિકસમાં વિવિધ માર્કેટ કંડીશન માટેની રેવન્યુ કર્વ અને પર્ચેઝિંગ પાવર પેરીટીએ એને એક જ દિવસમાં બે વાર એસ્પેરીન ટેબ્લેટ લેવા મજબુર કર્યો હતો.           જુનનો છેલ્લો રવિવાર હતો. પરીક્ષા દરમિયાન અર્ચના સાથે વાત થઇ