પારકિન્સન્સનો જન્મદિન (કંપવા દિન) વર્ષ 1817માં ડૉ. જેમ્સ પાર્કિન્સને સૌપ્રથમ મગજના રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી તેથી આ રોગને તેમના નામે ઓળખાય છે. પાર્કિન્સોનિઝમ અર્થાત કંપવા નામની બિમારી ની ઓળખ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ પારકિન્સન્સ ના જન્મદિન ૧૧ એપ્રિલને દર વર્ષે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. યુરોપિયન પારકિન્સન્સ ડિસીઝ અસોસિએશન તેમજ પાર્કિન્સન્સ-યુ.કે દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ૧૧ એપ્રિલ એ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. જેમા આ બિમારી અંગે જન-જાગૃતી કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પાર્કિન્સન એટલે કે કંપવા રોગ એ મગજની બીમારી છે જેમાં ડોપામેન્ટની ઉણપ હોય છે. પાર્કિન્સનના કારણે હરવા ફરવાની ગતિ ધીમીપડે