5 નાની બાળવાર્તાઓ

  • 2.8k
  • 2
  • 1.1k

1.જ્યાં સંપ ત્યાં જંપ2.બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે3.પૈસાને વેડફાય નહિ4.ચોરની લાકડી એક વેંત ટૂંકી5.નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે1.જ્યાં સંપ ત્યાં જંપએક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા. ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો. એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: