વિશ્વ મેલેરિયા દિવસ

  • 1.5k
  • 576

વિશ્વ મેલેરિયા દિવસ વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે 25 એપ્રિલે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને મેલેરિયા રોગ વિશે જાગૃત કરવાનો છે. મેલેરિયાના રોગની લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આજના દિવસની ઉજવણી સૌ પ્રથમ આફ્રિકાના દેશમાં શરૂ થઈ હતી. વર્ષ 2001 થી આફ્રિકાના દેશોમાં 25મી એપ્રિલના રોજ આફ્રિકા મેલેરિયા દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. 60મી વિશ્વઆરોગ્યસભામાં, દર વર્ષે 25મી એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું. ત્યારથી, આફ્રિકા મેલેરિયા ડે ને બદલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકારના સહયોગ અને માર્ગદર્શનથી ગુજરાત સરકાર અને રાજ્યનું આરોગ્ય તંત્ર 2030 સુધીમાં ગુજરાતને મેલેરિયામુક્ત રાજ્ય બનાવવા પ્રતિબદ્ધતા