ડાયરી - સીઝન ૨ - ભવિષ્યનો ભૂતકાળ

  • 1.4k
  • 620

શીર્ષક : ભવિષ્યનો ભૂતકાળ લેખક : કમલેશ જોષી‘તને સાંભરે રે...? મને કેમ વિસરે રે?’ નાનપણમાં સાંભળેલી કવિ શ્રી પ્રેમાનંદજીના કાવ્યની આ પંક્તિઓ કોણ જાણે ક્યાંથી મગજમાં ચઢી ગઈ. કૃષ્ણ અને સુદામા વર્ષો બાદ મળ્યા તારે સાંદીપની ઋષિના આશ્રમના દિવસો એકબીજાને યાદ કરાવતા, એ પ્રસંગો વાગોળતા બેઠા હતા એવું કંઈક આ કાવ્ય પંક્તિઓમાં રજૂ કરવામાં આવ્યું છે. હમણાં એક પરિવારના પ્રસંગે સાસરેથી પિયરે આવેલી દીકરીઓ, દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ-ભાંડેડાઓ ભેગા મળી જૂના પ્રસંગોને, દસ, વીસ વર્ષ પહેલાના ભૂતકાળને યાદ કરવા બેઠા તે છેક રાત્રીના બે વાગ્યા સુધી એમની વાતો જ ન ખૂટી: “પેલા સામેની શેરીમાં રહેતા જ્યોતિષકાકા યાદ છે?