સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-74

(37)
  • 3.9k
  • 2.7k

સોહમ નૈનતારાનાં રૂપથી મોહાંઘ થયેલો એણે કહ્યું “તું ખૂબ સુંદર અને અપ્સરાથી કમ નથી.. તું આમ સામે ઉભી રહીશ તો મારાંથી કામ નહીં થાય...” કહીને હસ્યો... “ જા તું તારું રીપોર્ટનું કામ કર મારે સરનાં મેઇલ આવ્યાં છે એ પ્રમાણે પ્રોજેક્ટનું કામ કરવાનું છે. સમય મર્યાદામાં કામ પુરુ કરી આપવાનું છે. તું આમ મારી આંખ સામે રહીશ તો કામ ક્યારે પુરુ કરીશ ? હું આજે ઓફીસથી વહેલો જવા માંગુ છું ખાસ કામ છે.” નૈનતારા મીઠું હસી એણે કહ્યું “સર આજેજ મેઇલ આવ્યો છે વાધવા સર દિલ્લી ગયાં છે. મારે એકાઉન્ટની બધી વિગત તપાસવાની છે. તમે સાંજે જે કામ માટે વહેલાં