વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ

  • 1.2k
  • 1
  • 402

“અલ્પવિરામ” કોલમના અણનમ લેખક એવા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર શ્રી વાસુદેવ મહેતાનો જન્મ ૨૮ માર્ચ ૧૯૧૭ના અમદાવાદમાં થયો હતો. અણનમ એટલે કહેવું પડે કે જિંદગીના છેલ્લા દિવસો સુધી વાસુદેવ મહેતાએ આ કોલમ સંદેશમાં આપી, આમજનતાને પોતાના જ્ઞાનનો લાભ પીરસ્યો હતો. પત્રકારત્વની એમની સેવા બદલ એમ. ઝેડ. જીલાની મેમૉરિયલ ઍવૉર્ડ, લાયન્સ ક્લબનો વિઝન ઍવૉર્ડ, શેખાદમ આબુવાલા ઍવૉર્ડ (1987), સાયન્સ ઍન્ડ કલ્ચરલ સોસાયટીનો કીર્તિ સુવર્ણચંદ્રક (1996) અને વજુ કોટક સુવર્ણચંદ્રક (1997) એનાયત થયા હતા. અખબારી ક્ષેત્રે સમગ્રતયા શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકારનો ઍવૉર્ડ (1994–95) પણ એમને મરણોત્તર મળ્યો હતો.પત્રકાર તરીકે એમને વિવિધ ચંદ્રકો મળ્યા હતા અને એમનું સન્માન પણ