એ બધા અંતિમ સંસ્કારના મેદાનમાંથી બહાર આવ્યા પછી એમણે દોડવાનું શરુ કર્યું. એ ઉજ્જડ અને પછી અર્ધ વેરાન પ્રદેશમાંથી પસાર થયા ત્યારે દોડવું મુશ્કેલ બન્યું કેમકે અર્ધ વેરાન પ્રદેશમાં રેતીનું પ્રમાણ વધારે હતું. રેત દોડવામાં સૌથું મોટો અવરોધ બનતી હતી. અર્ધ-રણમાંથી પસાર થયા પછી ખેતરોનો વિસ્તાર હતો એટલે દોડવું સરળ રહ્યું. છેવટે એ ઝૂંપડીઓના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે શેરીઓમાં કોલાહલ હતો. લોકો તળાવ ખોદવા માટે પોત પોતાના ઓજારો તૈયાર કરતા હતા. એ શેરીઓમાંથી દોડ્યા ત્યારે લોકોએ એક પળ માટે એમની પ્રવૃત્તિમાં વિરામ લીધો અને આંખો ઉંચી કરી એમની દિશામાં જોયું. એ ક્ષક્ષે વિરાટે લોકોની આંખોમાં આશા અને અપેક્ષા જોઈ. એણે એમની