સાહસ

(12)
  • 3.4k
  • 1
  • 1.2k

"સાહસ"લગભગ ત્રણ વર્ષ પુરા થવા આવ્યા હતા સાહસને પોતાના ઘરે આવ્યા ને.પણ સાહસની ઘરમાં આવવાની હિંમત નહોતી.પણ કેટલીક મજબૂરીના કારણે પપ્પા અને મમ્મીને મળવા આવ્યો."પપ્પા, હું ઘરમાં આવું? મમ્મી છે ઘરમાં?" દરવાજા પાસે ઉભેલા સાહસની હિંમત ઘરમાં જવાની નહોતી એટલે દરવાજા પાસે ઉભા રહીને બોલ્યો."આવ..આવ..દીકરા. તું બહુ દિવસે દેખાયો.તારી મમ્મી બહાર નીકળી છે.થોડી વારમાં જ આવશે. તું ઘરમાં આવ.અને બેસ." સાહસના પપ્પા બોલ્યા.પપ્પાની વાત સાંભળીને પણ સાહસની ઘરમાં આવવાની હિંમત નહોતી.એ વિચારવા લાગ્યો કે ઘરમાં મમ્મી નથી એટલે પપ્પા મને બહુ વઢશે.સાહસને ખચકાતા જોઈને સાહસના પપ્પા બોલ્યા:-" અરે પણ સાહસ બેટા ઘરમાં તો આવ. મારાથી બીવાનું ના હોય. હું તને