અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૧)

(15)
  • 3.3k
  • 2.1k

ગતાંકથી..... આશ્ચર્યજનક બનાવો બનવાથી જ આ મયંક ની પાછળ દિવાકર જેવો બુદ્ધિમાન અને કુશળ માનવી પડ્યો હતો! પ્રશાંતે નિશ્ચય કર્યો કે હવે મારે પોતે પણ એ જ કામ હાથમાં લેવું. મયંક વિરુધ્ધ તેના અંતઃકરણમાં જે ક્રોધ ભરાઈ રહ્યો હતો તેને માર્ગ મળવાથી પ્રશાંતને હવે શાંતિ વળી. હવેથી મયંકનો નાશ એ જ પ્રશાંતના જીવનનો એક માત્ર ઉદ્દેશ થઈ પડ્યો. આથી દિવાકરને પણ આડકતરી રીતે મદદ કરી શકશે એવી કલ્પનાથી પ્રશાંતને ભારે આનંદ થયો. આખો દિવસ બેચેની અનુભવી વિશ્વનાથ બાબુ ભારે ચિંતામાં પડ્યા હતા. એ જ વખતે તક જોઈને સોનાક્ષીએ દિવાકરના કહેવા મુજબ કલકત્તાના કોઈ પ્રખ્યાત ડોક્ટરની મદદ લેવાની દરખાસ્ત પોતાના પપ્પા