અતૂટ બંધન - 28

  • 2.3k
  • 1
  • 1.2k

(શિખાને બચાવવા જતાં વૈદેહી વિક્રમ અને શિખાની વચ્ચે આવી જાય છે અને ખંજર વૈદેહીને વાગે છે. હવે આગળ) વૈદેહીએ દર્દથી ચીસ પાડી. વિક્રમ દૂર ખસી ગયો. "વિકી, આ શું કર્યું તેં ? તેં તો કહ્યું હતું કે તું ફક્ત એને ડરાવશે. પણ તેં તો...." વિક્રમનાં એક મિત્રએ કહ્યું. "મ...મને ગુસ્સો આવ્યો અને મેં..." વિક્રમ પણ ડરી ગયો. એણે વિચારેલું કે ચપ્પુ બતાવી એ શિખાને ધમકાવશે. અને જો નહીં માને તો સહેજ ઘસરકો કરશે. પણ એને ગુસ્સો આવ્યો અને એણે શિખા પર ખરેખરનો હુમલો કરી દીધો. એમાં પણ એને સહેજ પણ અંદાજો નહતો કે આમ વૈદેહી અચાનક વચ્ચે આવી જશે. એ