અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૦)

(18)
  • 3k
  • 2.2k

ગતાંકથી......... સોનાક્ષી વચ્ચે બોલી : " બાબત તો સામાન્ય છે; પરંતુ તેની અસભ્યતા દિવસે દિવસે વધતી જાય છે હું..." "બસ !હવે આપને વધારે કહેવું પડશે નહીં. હું બધું સમજી ગયો વિશ્વનાથ બાબુ એ બાબત પર નિશ્ચિત થાઓ. મયંક હવેથી આપની દીકરી ને કદી સતાવી શકશે નહીં. ભવિષ્યમાં આપની પુત્રીનું સ્વમાન જળવાય તે માટે હવેથી હું પૂરેપૂરી તકેદારી રાખીશ ."ડોક્ટર મિશ્રા એક પ્રકારનું અર્થ પૂર્ણ મંદ હાસ્ય કરતા બોલ્યો. દીવાકરે ગુપ્ત રસ્તે પ્રયાણ કર્યું તે પહેલા થોડી ક્ષણો અગાઉ આ બનાવ બન્યો હતો. બીજા દિવસે સવારમાં ચાંઉ ચાંઉએ દિવાકરના હાથમાં એક ટુકડો કાગળ અને બે સો સો રૂપિયાની નોટો આપી કહ્યું