આજે સિંધી સમાજનો ચેટી ચાંદ, હિન્દુ સમાજની ચૈત્ર નવરાત્રી અને મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષ એવું ગુડી પડવાનો સંગમ જોવા મળશે. ચેટી ચાંદનો તહેવાર ઉજવવા સિંધી સમાજના જુદા જુદા સંગઠન દ્વારા વિવિધ ઝુલેલાલ મંદિરોમાં ચેટી ચાંદની ઉજવણી સાથે સાથે અનેક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થાય છે. ચેટી ચાંદની ઉજવણી માટે વિવિધ સંગઠનો ભજન, પુજા અને શોભાયાત્રા જેવા કાર્યક્રમ કરશે. ‘આયો લાલ ઝૂલે લાલ’ના નારા સાથે સાથે સમગ્ર સિંધી સમાજ આ ઝૂલેલાલ જયંતી ઉજવે છે. ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા 'સિંધી