દશાવતાર - પ્રકરણ 79

(43)
  • 2.9k
  • 1
  • 1.7k

          પદ્માનું હૃદય ભરાઈ આવ્યું. એને પેટમાં દુખાવો થતો લાગ્યો. એને એ દિવસો યાદ આવ્યા જ્યારે એ બે દિવસ ભૂખી રહી હતી અને અંતે કેનાલના પાણીમાં કૂદવાનું જોખમ લીધું હતું. એ જાણતી હતી કે ભૂખ શું ચીજ છે.           "તમને પહેલા ખોરાક કેવી રીતે મળતો?" પોતાના વિચારો ખખેરીને એણે પૂછ્યું.             "દર મહિને નિર્ભયની ટુકડી જીપમાં આવે છે અને અમને ભોજન આપે છે કારણ કે અમને આ સમારકામવાળા શહેરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે." ચરિતાએ જવાબ આપ્યો, “ગયા મહિનાથી અમે ભોજનની રાહ જોઈ રહ્યા છીએ પણ કોઈ આવ્યું નથી અને લોકો પાગલ થઈ રહ્યા