વસુધા - વસુમાં - પ્રકરણ-100

(35)
  • 3k
  • 2
  • 1.8k

પોલીસ પટેલ એમની કુમક ત્થા વસુધા રાજલ કરસન બધાં સાથે કાળીયો જે કોતરમાં ઝાડી પાછળ ઊંઘતો ઝડપાયો ત્યાં આવી ગયાં હતાં. મગનો દૂરથી બતાવીને બીજી ઝાડી પાછળ સંતાઇને બધો ખેલ જોઇ રહેલો. કાળીયાને બધી પરિસ્થિતિની ગંધ આવી ગઇ એને થયું હવે અહીંથી કેવી રીતે છટકવું ? એને પકલાને, રમણાને ત્રણેને બધાં ચારેબાજુથી ઘેરીને ઉભા હતા. પોલીસ પટેલનાં હવાલદારે ત્રણેનાં હાથ પગ બાંધી દીધાં હતાં હવે એ ચૂં કે ચા કરી શકી એમ નહોતો. એણે છેલ્લે દાવ અજમાવ્યો એણે હાથ જોડીને માફી માંગવા માંડી વસુધાને કહે મારી બહેન જેવી છું મારી ભૂલ થઇ ગઇ હવે જીંદગીમાં કોઇ છોકરીની સામે નહીં જોઊં